Event / Article Details

SGPC organizes seminar on Healthy Lifestyle - Advancement in Productivity

SGPC દ્વારા  નીરોગી જીવનશૈલી - ઉત્પાદકતામાં આગેકદમ  પર સેમિનાર નું આયોજન

અતિથિવિશેષ - શ્રીમતી આમ્રપાલી દેસાઇ - મેરેજ & રિલેશનશીપ કાઉનસેલર

વક્તાઓ - શ્રીમતી ડોં. પારૂલ પટેલ - આયુર્વેદચાર્ય અને યોગા કન્સલ્ટન્ટ

શ્રીમતી અર્ચના દેસાઇ - ન્યુટ્રિશનિસ્ટ, ડાયેટિશિયન, એજયુકેશનિસ્ટ (SGPC લેડિઝ વિંગ નાં ચેર-પર્સન)

શ્રીમતી જીગ્ના પટેલ - મિલેટ પ્રચારક અને મિલેટ ની વાનગીઓના નિષ્ણાંત

અતિથીવિશેષ અને વક્તાઓનું પ્રમુખશ્રી નિરવ રાણા દ્વારા પુષ્પગુચ્છ અને સ્મરણિકા થી સ્વાગત કર્યા બાદ,

શ્રીમતી ડોં. પારૂલ પટેલે યોગ અને ધ્યાન દ્વારા મન અને શરીર ને કેળવવા પર સમજવ્યું હતું. યોગ ક્યારે, કેમ, તેની અસર પર વિશેષ છણાવટ કરી હતી.

શ્રીમતી અર્ચના દેસાઇએ યોગ્ય આહાર, તેની માત્રા, યોગ્ય આહાર ની શરીર પર થતી અસર પર વિશેષ છણાવટ કરી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાં ડોં. ભરત દાવડા (જુવાર સંશોધન ના નિષ્ણાંત) એ વિવિધ મિલેટ, તેમાં ક્યા ક્યાં પોષક તત્વો મળે ચ્હે તે વિષે સુંદર સમજણ આપી હતી.

શ્રીમતી જીગ્ના પટેલે કઈ કઈ મિલેટ (શ્રી અન્ન) નો ભોજન માં કેવી રીતે સમાવેશ કરવો તે સમજવ્યું હતું. મિલેટ આંબલી બનાવવાની રીત બતાવી હતી.

ત્યારબાદ કાર્યક્રમના અતિથિવિશેષ શ્રીમતી આમ્રપાલી દેસાઇ એ મન અને શરીર નું બેલેન્સ અને તેનું મહત્વ સમજવ્યું હતું

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના માનદ ખજાનચી શ્રી દિપેશ શાકવાલા એ સુંદર રીતે કર્યું હતું.

ત્યારબાદ સંસ્થાનાં સંચાલક મંડળ નાસદસ્ય શ્રી એડ. નરેશ શાહે પોતાની આગવી શૈલી માં સર્વે અતિથિઓ અને શ્રોતાઓ નો આભાર મણિ કાર્યક્રમનીપૂર્ણાહુતિ કરી હતી.

સર્વે શ્રોતાઓ અને અતિથિઓ એ ગરમાગરમ મિલેટ ની સ્વાદિસ્ટ વાનગી નો રસાસ્વાદ માણી છૂટા પડ્યા હતા.

Event  / Article Gallery

If you Have Any Questions Call Us On 0261-2463400

Get In Touch

Please fill in the form below!